• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • A Meeting Was Held At Santrampur In Mahisagar District Under The Chairmanship Of The Collector, The Responsibility Of Maintaining All The Arrangements At The District Level Was Assigned.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ:મહીસાગરમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ, જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા જવાબદારી સોંપાઈ

મહિસાગર (લુણાવાડા)3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને કાર્યક્રમ અન્વયે જરૂરી જવાબદારી સોંપાઈ

મહીસાગર જિલ્લામાં 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંતરામપુર ખાતે આરોગ્ય પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં થવાની છે. જેના અન્વયે જિલ્લા કલેક્ટર ડૉ.મનીષકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. મહીસાગર વાસીઓ આગામી 9મી ઓગસ્ટના રોજ ખુબજ ઉત્સાહ પૂર્વક વિશ્વ આદિવાસી દિવસનો જશ્ન મનાવશે ત્યારે જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટરે આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને કાર્યક્રમ અન્વયે જરૂરી જવાબદારી સોંપી હતી. આ બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ હતી. ઉપરાંત તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યા હતા.

1994થી આ દિવસને સંયુક્ત રાષ્ટ્રે ઉત્સાહભેર ઉજવવાનું નક્કી કર્યું
રીઓ-ડી જાનેરો બ્રાઝીલમાં પૃથ્વી પરિષદ યોજાઈ હતી. જેમાં 68 જેટલા દેશોના 400 જેટલા આદિવાસી આગેવાનો ભેગા થયા હતા અને ગહન ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે 9મી ઓગસ્ટને દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ 1994થી આ દિવસને સંયુક્ત રાષ્ટ્રે ઉત્સાહભેર ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જુદા જુદા રાષ્ટ્રો, દેશ અને દુનિયા તથા રાજ્યોમાં જન જાગૃતિ પર્યાવરણ, વિશ્વ બંધુત્વની ભાવના વિકસે તે માટે સાથે સાથે માનવ માનવ વચ્ચે સદભાવ સમરસતા વિકશે તેવા મૂળ ઉદેશથી આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. અને આદિજાતિના લોકો દ્વારા અપાયેલા બલિદાનને પણ યાદ કરવામાં આવે છે.

આજની બેઠકમાં, જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, અધિક નિવાસી કલેકટર એ.આઇ.સુથાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.કે.જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...