સુજલામ સુફલામ્ હેઠળ પાઇપ લાઈનથી તળાવો ભરવા માટે મહીસાગર જિલ્લાના અનેક તાલુકાઓમાં યોજનાઓ ચાલી રહી છે ત્યારે લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા વિસ્તારમાં શામણા પાઇપલાઇનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણી વેડફાયું હતું. પાઈપ લાઈન લીકેજ થતાં લાખો લિટર પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું.
શામણા પરથી પંમ્પિગ સ્ટેશનથી તળાવો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રામ પટેલના મુવાડા ગામનું તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાઇપલાઇન ભંગાણ કરાતાં અથવા તો ટેકનિકલી ખામી સર્જાતાં મોટાપાયે પાણીનો વેડફાટ થયો હતો. એક બાજુ પાણીના પ્રશ્નને લઈ તંત્ર દ્વારા મીટિંગો કરવામાં આવે છે પરંતુ અહીં લાખો લિટર પાણીનો વેડફાટ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે ખેડૂતોને કોઈ નુકસાન થતાં તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.