માય ભક્તોમાં અનેરો ઉત્સાહ:લુણાવાડા નગર સહિત મહીસાગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પગપાળા નીકળ્યા

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

શક્તિ પીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમે મોટો મેળો ભરાય છે, જેમાં આખા રાજ્યમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માં આદ્યશક્તિ અંબાના દર્શનાર્થે પગપાળા રથ અને ધજાઓ લઈને જાય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી હતી જેથી અંબાજી ખાતેનો મેળો યોજાયો ન હતો. પરંતુ આ વર્ષે કોરોના કેસો ઓછા થઈ જતા અંબાજી ખાતે ભવ્ય મેળો ભરાવાનો છે. જેથી ગામે ગામ થી માઈભક્તો આનંદ ઉલ્લાસ ભેર પગપાળા માઁ અંબાજીના દર્શનાર્થે ઉમટ્યા છે. ત્યારે લુણાવાડા શહેર સહિત સમગ્ર મહીસાગર જિલ્લાના અલગ અલગ ગામો અને વિસ્તારો માંથી માઈભક્તો સંઘ લઈને બોલ માળી અંબે જય જય અંબે ના નાદ સાથે અંબાજી જવા રવાના થયા છે.

અન્ય સમાચારો પણ છે...