• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • A District Level Dish Competition Program Was Held Under Nutrition Month 2022; As Many As 55 Teenage Girls Participated Enthusiastically

પોષણયુક્ત ખોરાક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ:પોષણ માહ 2022 અંતર્ગત જિલ્લા કક્ષાનો વાનગી હરીફાઈ કાર્યક્રમ યોજાયો; 55 જેટલી કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

મહિસાગર (લુણાવાડા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યમાં પોષણ માહ 2022ની ઉજવણી થઈ રહી છે, ત્યારે મહિસાગર જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો વાનગી હરીફાઈ કાર્યક્રમ જિલ્લા પંચાયત મિટિંગ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણીની ઉપસ્થિતમાં યોજાયો હતો.

સમગ્ર રાજ્યમાં પોષણ માહ 2022ની ઉજવણી
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ જન આંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પોષણયુક્ત ખોરાક વિશે જાગૃત કરી એક નવતર પ્રયોગના ભાગરૂપે વાનગી હરીફાઈથી હર એક ઘરે પોષણ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં પાંચમા પોષણ માસનો પ્રારંભ મહિલા અને સ્વાસ્થ્ય,બાળકો અને શિક્ષણ, પોષણ ભી પઢાઈ ભી,જાતિગત સંવેદનશીલતા,જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિ થઈ રહી છે.

પોષણ માહ અંતર્ગત લોકોને પોષણયુક્ત ખોરાક વિશે જાગૃત કરાયા
પોષણ માહ અંતર્ગત લોકોને પોષણયુક્ત ખોરાક વિશે જાગૃત કરી એક નવતર પ્રયોગના ભાગરૂપે પોષક માહ-2022માં વાનગી હરીફાઈ થી હર એક ઘરે પોષણ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.વાનગી હરીફાઈમાં 55 જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો.અને તેમના દ્વારા જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણી,આઈ સી ડી એસ અધિકારી શિલ્પાબેન ડામોર,ખેતીવાડી અધિકારી જગદીશભાઈ અને અધિક આરોગ્ય અધિકારી ડી એન પરમારે વાનગીઓ ચાખી ને કિશોરીઓ દ્વારા બનાવામાં આવેલ વાનગીઓ માંથી શ્રેષ્ઠ વાનગી પસંદ કરી બાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

સ્પર્ધાના વિજેતા ઉમેદવારોને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા
વાનગી હરીફાઈમાં તાવીયાડ ધર્મીષ્ઠાબેનને મહુડાના બીજમાંથી લાડુ બાલ શક્તિના પેકેટમાંથી બનાવવા બદલ પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો, મછાર હિરલબેનને બીટના લાડુ બનાવવા બદલ બીજો નંબર અને સોલંકી હિરલબેનને ખજુરના લાડુ બનાવવા બદલ ત્રીજો નંબર પ્રાપ્ત થતાં તેમને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય કીશોરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...