સમસ્યા:85 હજાર ખેડૂતોએ કેવાયસી જમાં ન કરતાં સહાયનો હપ્તો જમા થશે નહિ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહીસાગરના 2.26 લાખ ખેડૂતોમાંથી 2823 આ ઇટી રિટર્ન ભરતાં યોજનાના ખાતા બંધ કરાયા

મહીસાગર જિલ્લામાં 85 હજાર જેટલા ખેડૂતોએ અાધાર e KYC હજુ નહી કરાવતા તેમને મળતી વાર્ષિક રૂા.6 હજારની પીએમ કિસાન સન્માનનિધિ સહાય બંધ થઈ શકે છે. માર્ચ 2019 માં કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. યોજના અંતર્ગત ખેડૂતોને દર 4 મહિને રૂા.2000 હજાર એમ વર્ષે કુલ રૂા.6 હજાર સહાય આપી છે. હાલ જિલ્લામાં 2.26 લાખ થી વધુ ખેડૂતોને સહાય મળી રહી છે. આ દરમિયાન ગત એપ્રિલ માસમાં સરકારે પી એમ કિસાન સન્માન નિધિ યોજનામાં આધાર e KYC ફરજિયાત બનાવ્યું હતું.

મહીસાગર જિલ્લામાં સહાય લેતા ખેડૂતોએ પણ તે કાર્યવાહી કરી હતી. તેમ છતાં સાડા 4 મહિના થયા બાદ 85326 ખેડૂતો દ્વારા પ્રોસેસ પેન્ડિંગ રાખતા હજુ આધાર eKYC નહીં કરનાર ખેડૂતો સહાય અંગે ખેતીવાડી વિભાગે એક સૂચના જારી કરી છે , જેમાં e KYC નહીં કરાવનારના ખાતામાં પીએમ કિસાન સન્માનનો આગામી હપ્તો જમા ન થશે એમ જણાવી દીધું છે . બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન સુવિધા ધરાવતા CSC અને e ગ્રામ કેન્દ્રમાં આ e KYC કરી શકાય છે.

એક થી વધુ જગ્યાએ લાભ લેતા 2823 ડુપ્લિકેટ લાભાર્થી નીકળી જશે
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થી થનાર માટે શરતો પણ સરકારે મૂકી હતી , જેમાં આવકવેરો ભરતા ન હોવું પણ છે. જોકે હાલ નોંધાવેલ ઘણાં ખેડૂતો આઈ.ટી. ભરતા હોવા છતાં લાભાર્થી બન્યાં હતા, જેનું વર્ગીકરણ કરી નોધાયેલામાંથી 2823 ખેડૂત દૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...