વન વિભગના કર્મચારીઓ મેદાને:મહીસાગરના 6 તાલુકાની 7 રેન્જના 76 વન રક્ષક વર્ગ-3 અને વનપાલો વિવિધ માગોને લઈ અચોક્કસ મુદત સુધી રજા પર ઉતર્યા

મહિસાગર (લુણાવાડા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાં અલગ અલગ વિભગના કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈ રેલી ધરણા અને હળતાલ કરી રહ્યા છે. તેવામાં મહીસાગર જિલ્લામાંથી વધુ એક વિભાગના કર્મચારીઓ મંગળવારથી અચોક્કસ મુદ્દતની રજા પર ઉતર્યા છે. ગુજરાત રાજ્યના વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગરના નેજા હેઠળ મહિસાગર જિલ્લાના તમામ 6 તાલુકાની સાત ફોરેસ્ટ રેન્જના કુલ 76 વનકર્મીઓ, વનરક્ષક અને વનપાલ અચોક્કસ મુદત સુધી રજા પર ઉતરીને મોતની વિવિધ માંગોને લઈ આક્રોશ સાથે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

ગ્રેડ-પે સહિત વિવિધ માગોને લઈ અચોક્કસ મુદ્દતની રજા પર ઉતર્યા
ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા વનરક્ષક વર્ગ-3 ને 2800 ગ્રેડ-પે આપવો તેમજ વનપાલને 4200 ગ્રેડ-પે આપવો તેમજ રજાના દિવસે બજાવેલ ફરજના ભાગ રૂપે રજા પગાર આપવો અને વનરક્ષકની ભરતી અને બઢતીનો રેસ્યો 1:3 કરી આપવો સહિતની અન્ય રજૂઆતો કરવામાં આવી હતી. વધુમાં જાણવામાં આવ્યું હતું કે, તાજેતરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવા સરકારની જાહેરાત થતા અમારા વન વિભાગના કર્મચારીઓમાં પણ પોતાના પ્રશ્નો અને માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ભારે રોષ સાથે અચોક્કસ મુદ્દતની રજા પર ઉતર્યા છે.

વન કર્મીઓએ આ આગાઉ 24 ઓગસ્ટે આવેદન પત્ર પાઠવ્યું હતું
ત્યારે ઉલ્લેખનીય છે કે આ આગાઉ 24 ઓગસ્ટના રોજ વિવિધ પડતર માગણીઓને લઈ મોટી સંખ્યમાં કર્મીઓ ભેગા થઈ રેલી કાઢી જિલ્લા નાયબ સંરક્ષકને આવેદન પત્ર પાઠવી પોતાની માંગો ન સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હળતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ તેનો કોઈ નિવેળો ન આવતા આખરે વન કર્મીઓને રજા પર ઉતરી જવાનો વારો આવ્યો છે અને રજા પર ઉતરી તેઓ પોતાની માંગો જલ્દી સંતોસાય તેવી સરકાર પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...