કાર્યવાહી:લાડવેલ પાસે પકડાયેલ રૂં50 લાખના ડ્રગ્સના આરોપીના 7 દિવસના રિમાન્ડ

લૂણાવાડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિમાન્ડમાં નામ તથા અન્ય મોટા પર્દાફાશ થવાની શક્યતા

મહીસાગર પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડાતા ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. લુણાવાડા એલસીબી પોલીસ પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન લુણાવાડાની વિરણીયા ચોકડી ખાતે શંકાસ્પદ પીકઅપ આવતા પીછો કરી પકડ્યું હતું. પોલીસે પીકઅપ ના કેબિનમાં દારૂની 4 બોટલો મળ તાં કાર્યવાહી કરવા કોઠંબા પોલીસ મથકે જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી રહે.અમદાવાદને પકડી પાડ્યો હતો. કાર્યવાહી કરવા કોઠંબા લાવ્યા હતા.

જૈનુલ અંસારીની પૂછપરછ કર તા બોલેરો પીકઅપ ગાડીની તલાશી લેવામાં આવતા ગાડીની ચેચીસમાંથી નશીલો માદક પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે એફએસએલ અધિકારી દ્વારા ચકાસણી કરાવતા સફેદ કલરનો નશીલો પાવડર એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ અથવા મેથા એમફેટામાઇન અથવા મેફેડ્રોન પાવડર હોવાનું જણાવતાં બે અલગ અલગ થેલીઓમાં કુલ 500 ગ્રામ જેની 1 ગ્રામની કિ.રૂા.10 હજાર લેખે કુલ 500 ગ્રામ નશીલા પાવડરની કુલ કિંમત રૂા.50 લાખનો મુદ્દામાલ ગેરકાયદે રીતે રાખી વહન કરતા મળી આવ્યો હતો.

કોઠંબા પોલીસ મથકે જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી વિરુદ્ધ એન.ડી. પી.એસ.કલમ s સી , 22 સી , મુજબ ગુનાની નોંધવામાં આવ્યા બાદ આરોપીના 14 દિવસના રિમાંડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રીમાંડ મજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમ્યાન આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અન્ય ક્યાં માથા સંડોવાયેલા છે જે રિમાન્ડ નામ ખુલવાની સાથે અન્ય મોટા પર્દાફાશ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...