કોરોનાના બે વર્ષ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચ-2022માં યોજાઈ હતી. જેમાં મહીસાગર જીલ્લાનું પરિણામ 50.83 % આવ્યું છે. જેમાં મહીસાગર જિલ્લામાંથી કુલ 1325 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતાં, જેમાં 671 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. આ વખતે મહીસાગર જીલ્લામાંથી એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડમા આવ્યો નથી.
જયારે જીલ્લામાંથી A2 ગ્રેડ કુલ 13 વિદ્યાર્થીઓ આવ્યા છે. જયારે મહીસાગર જીલ્લામાંથી બાલાસિનોર તાલુકો ટકાવારીમાં મોખરે છે. જેમાં 57.03% જેટલું ઉચું પરિણામ આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ સંતરામપુર તાલુકાનું 33.92% આવ્યું છે ત્યારે ચાલુ વર્ષે જીલ્લાનું કૂલ પરિણામ 50.83% જેટલું નોધાયું છે. મહીસાગર જિલ્લામાં ધ્રુવ વિમલભાઈ ધારોડા વિજ્ઞાન પ્રવાહમાં 96% લાવી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.