ચેકનું વિતરણ:મહીસાગરમાં 219 સખીમંડળ જૂથોને 243 લાખનું ધિરાણ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાં સખીમંડળ જુથોને ચેકનું વિતરણ કરાયુ. - Divya Bhaskar
લુણાવાડામાં સખીમંડળ જુથોને ચેકનું વિતરણ કરાયુ.
  • બહેનોના સુખના દિવસ - રાજ્ય મંત્રી

ગાંધીનગરની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને મહીસાગર-લુણાવાડાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિનદયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જુથો માટે મહીસાગર જિલ્લાની સખી મંડળોને આર્થિક રીતે પગભર બનાવી બહેનોનું સશકિતકરણ કરવાના ભાગરૂપે શુક્રવારે લુણાવાડામાં 42 પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લાના 219 સખી મંડળોને વિવિધ બેંકના ક્રેડીટ કેમ્પ દ્વારા મંજુર કરવામાં આવેલ રૂા.243 લાખના ધિરાણના ચેક રાજયના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી કુબેરભાઇ ડીંડોર, લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવક અને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

વધુમાં જિલ્લાની 396 સખીમંડળોના જુથોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેને આગામી દિવસોમાં ધિરાણ કરવામાં આવશે. આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સખીમંડળ દ્વારા ગામડાની બહેનોને પગભર બનાવી છે. તેમ જણાવી સખીમંડળ દ્વારા ગામડાની બહેનોના સુખના દિવસ આવ્યા છે. ગામડાની બહેનો મહેનત કરે છે તેનું પરિણામ હવે મળ્યું છે. બહેનો પગભર બની છે પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ બને છે. બહેનો બેંક મિત્ર તરીકે ફરજ બજાવીને અન્ય મહિલાઓને પણ બેંક દ્વારા આપવામાં આવતી લોન અંગેની જાણકારી આપે છે. આ પ્રસંગે કલેકટર, ડીડીઓ, નાબાર્ડના ડીડીએમ, લીડ બેન્કના મેનેજર, બેંકોના મેનેજરો / અધિકારીઓ, સખી મંડળની બહેનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...