મહીસાગરના ખેડૂતો હવે આધુનિકતા તરફ:100થી 200 એકરમાં તમાકુના પાકમાં ડ્રોન મારફતે નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો; ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

મહિસાગર (લુણાવાડા)12 દિવસ પહેલા

ખેડૂતો હવે આધુનિકતા તરફ વળ્યા છે અને ખેત પાકો લેવા માટે હવે ખેડૂત અવનવી તકનીકનો ઉપયોગ કરે છે. ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે અંદાજીત 100થી 200 એકર જમીનમાં તમાકુના પાકમાં નેનો યુરિયાનો ડ્રોન મારફતે છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ગામ લોકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે સરકારની યોજના અંતર્ગત 100થી 200 એકરમાં ખેડૂતોના તમાકુના પાકમાં ડ્રોન મારફતે નેનો યુરિયા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ નિદર્શન તેમજ કામગીરી દરમિયાન કાર્યક્રમમાં તાલુકા અમલીકરણ અધિકારી સાજીદ વ્હોરા, ઇફકો પ્રતિનિધિ આદિલ, ખેતીવાડી વિભાગના તાલુકા વિસ્તરણ અધિકારી બાબુ ડામોર, ગ્રામસેવક ગામ લોકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...