જિ. પં.ની મહિલા કર્મચારી પોઝિટિવ આ વતાં તપાસ:મહીસાગરમાં 6 મહિના બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ મળ્યો

લુણાવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ. પં.ની મહિલા કર્મચારી પોઝિટિવ આ વતાં તપાસ કરાઇ

રાજયમાં છેલ્લાં થોડા દિવસોથી H3N2 એટલે કે ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેના પગલે મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા કોટેજ હોસ્પિટલ સહિત જિલ્લાની અન્ય હોસ્પિટલોમાં વિવિધ સુવિધાઓ સાથે તંત્ર એલર્ટ બન્યું છે.

આ વાયરસના ગંભીર દર્દીઓ માટે ખાસ વોર્ડ શરૂ કરાયો છે. જેમાં ઓક્સિજન સાથેના બેડ સહિતની આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજયમાં કોરોનાઅે પાછુ માથું ઉચક્યું છે. રાજયમાં અલગ જિલ્લાઅોમાં કોરોના કેસ મળી અાવ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં 6 મહિના પછી કોરોના પોઝીટીવ કેસ આવતા મહીસાગર ના જિલ્લા વાસીઓમાં ફફડાટ જોવા મળી આવ્યો હતો.

મહીસાગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા 29 વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ આવતા તેમને હોમ આઇસોલેસન્સ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમજ તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોના સેમ્પલ લઈ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોરોનાએ પુન: માથું ઉંચકયું છે. પરંતુ કોરોના કરતા રાજયમાં H3N2 વાયરસના કેસમાં ઝડપી વધારો થતાં મહીસાગર જિલ્લા તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...