આક્ષેપ:છાપરીમાં સંપ-ટાંકામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું

ખાનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠાના કોન્ટ્રાકટર દ્વારા સંપ અને ટાંકા બનાવાઇ રહ્યો છે

ખાનપુર તાલુકાના છાપરી અને બેડવલ્લી ગામની વચ્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન ટાંકા અને સંપ બનાવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા માટી મિશ્રિત રેતી વાપરવામાં આવતી હોવાનો ગ્રામજનોઅે અાક્ષેપ કર્યો હતો. જેને લઇને કામગીરીમાં ગોબાચારી થઈ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

કોન્ટ્રાક્ટર દ્વારા ભેળસેળ વાળી રેતી વાપરી રોકડી કરવાની નીતિથી ટાંકા અને સંપની મજબૂતાઇ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ અંગે જ્યારે પાણી પુરવઠાના અધિકારી એસ.ઓ જે.જે. પટેલને પૂછતા જણાવે છે કે કારંટા જૂથ પાણી પુરવઠામાંથી 56 કરોડ ખર્ચી 69 ગામોને પીવાનું પાણી આપવાની યોજના છે. આપ કાલે આવો રૂબરૂ મળીએ કોઈ ખરાબ કામ થઈ રહ્યું નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...