ખેડૂતોની આશા પર પાણી:મેણા પાસે ભાદર કેનાલમાં 70 ફૂટ ગાબડું પડતાં પાકને નુકસાન

ખાનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેણા ગામ પાસે ભાદર કેનાલમાં પડેલ ગાબડું તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
મેણા ગામ પાસે ભાદર કેનાલમાં પડેલ ગાબડું તસવીરમાં નજરે પડે છે.
  • તા. 30 સુધીમાં ગાબડું પુરી પાણી છોડાશે - સિંચાઈ અધિકારી
  • રવી પાકની ખેતી સમયે ગાબડું : ખેડૂતોની આશા પર પાણી

મહીસાગર જીલ્લાના ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકામાંથી પસાર થતી ભાદર કેનાલની ખેડુતો માટે આશિર્વાદરૂપ બનવાને બદલે મુશ્કેલીરૂપ બની રહી છે. અવાર નવાર ભાદર કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ બને છે. ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડે છે. તા. 21 ભાદર ડેમમાંથી 63 ક્યુસેક પાણી ભાદર મુખ્ય કેનાલ મારફતે ખાનપુર અને લુણાવાડા તાલુકાની 8 હજાર હેકટર જમીનમાં સિંચાઇ માટે ખેડૂતોને પાણી મળી રહે તે માટે છોડવામાં આવ્યું હતું.

પરંતુ પાણી હજી તો માત્ર 5 કિમી સુધી પહોચ્યું હશે તે દરમ્યાન મેણા ગામ પાસે 70 ફૂટનું ગાબડું પડ્યું અને છોડવામાં આવેલું પાણી કોતર મારફતે ભાદર નદીમાં વહી ગયું. કેનાલમાં રવિપાક માટેનું પાણી 15 દિવસ મોડું છોડયું હતું અેમાં ય પાછુ કેનાલમાં ગાબડું પડી જતાં ખેડૂતોને પાણી કયારે મળશે તેની ચિતાં સતાઇ રહી છે. સીઝન લેટ થાય અને પાક લઈ શકાય નહિ ત્યારે વહેલી તકે કામ કરી અધિકારીઓ પાણી છોડે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

બીજી તરફ અધિકારીને પૂછતા તેમણે કામ વહેલું થઈ જશે અને તા.30 સુધીમાં ખેડૂતોને પાણી આપી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. સિંચાઈ વિભાગ દ્વારા સાફ સફાઈ માં લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પાણી ન પહોંચ્યું તેમજ વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ ભાદર કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયાની ચાડી પણ ખાય છે. આ બાબતે ત્વરીત પગલા લેવામાં લઈ પાણી છોડે તેવી ખેડૂતોની લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...