હુમલો:મિનરલ્સ ફેકટરીમાં ખાણ ખનીજની ટીમ પર હુમલો

ખાનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનપુરના લીબડીયાની કંપનીમાં બનેલો બનાવ

ખાનપુર તાલુકાના લીબડીયા ગામે નીલકંઠ મીનરલ્સ ફેકટરીમાં ખાણખનીજ વિભાગે અગાઉ જેસીબી મશીન સીઝ કરીને ફેકટરીના કમ્પાઉન્ડમાં મુકયું હતું. મહિસાગર ખાણ ખનીજની ટીમ ફેકટરમાં સીઝ કરેલ જેસીબી મશીનનું પરીક્ષણ કરવા જતાં ક્માઉન્ડમાં જેસીબી મશીન જોવા મળ્યુ ન હતું.

જેથી ખનીજ વિભાગની ટીમ નિવેદન સહીતની કાર્યવાહી કરતાં હતા. તે દરમ્યાન નરેન્દ્રકુમાર સોલંકી તથા અન્ય ઇસમ અાવીને વિભાગના સર્વેયરને નરેન્દ્રભાઇઅે લોફો મારીને સરકારી કામમાં અડચણ ઉભી કરી હતી. તેમજ નરેન્દ્રભાઇ સાથેના અજાણ્યા ઇસમે પથ્થર મારીને અેક કર્મીને ઇજા પહોચાડી હતી. નરેન્દ્રભાઇનું જેસીબી મશીન સીઝ કરેલ વખતે મશીન ખસેડવામાં નહિ અાવે તેવી બાંહેધરી પત્ર અાપ્યો હોવા છતાં મશીન ખસેડીને ખાણખનીજની ટીમ પર હુમલો કરતાં બાકોર પોલીસ મથકે બે સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...