સરકારી કર્મચારીઓ પર હુમલો:લીબડીયાની મિનરલ્સ ફેકટરીમાં ખાણખનીજની ટીમ પર હુમલો; સરકારી કામમાં અડચણ અને પથ્થરમારો કર્યાની ફરિયાદ

ખાનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાનપુર તાલુકાના લીબડીયા ગામે નીલકંઠ મીનરલ્સ ફેકટરીમાં ખાણખનીજે અગાઉ જેસીબી મશીન સીઝ કરીને ફેકટરીના કમ્પાઉન્ડમાં મુકયું હતું. મહિસાગર ખાણખનીજની ટીમ ફેકટરમાં સીઝ કરેલ મશીનનું પરીક્ષણ કરવા જતાં ક્માઉન્ડમાં જેસીબી મશીન જોવા મળ્યુ ન હતું.

જેથી ખનીજની ટીમ નિવેદન સહીતની કાર્યવાહી કરતાં હતા. દરમ્યાન નરેન્દ્રકુમાર સોલંકી તથા અેક અન્ય ઇસમ અાવીને વિભાગના સર્વેયરને નરેન્દ્રભાઇઅે લોફો મારીને ધોલ - ઝાપટ કરીને સરકારી કામમાં અડચણ ઉભી કરી હતી. નરેન્દ્રભાઇ સાથેના અજાણ્યા ઇસમે પથ્થર મારીને અેક કર્મીને ઇજાઅો પહોચાડી હતી. બનાવની જાણ પોલીસને કરતા પોલીસ અાવી ગઇ હતી. નરેન્દ્રભાઇનું જેસીબી મશીન સીંઝ કરેલ વખતે મશીન ખસેડાય નહિ અાવે તેવી બાંહેધરી પત્ર અાપ્યો હોવા છતાં મશીન ખસેડીને ખાણખનીજની ટીમ પર હુમલો કરતાં બાકોર પોલીસ મથકે બે સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...