ભ્રષ્ટાચાર:દધાલિયા ગામમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો પરેશાન

દિવડા કોલોની24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરીમાં ભ્રષ્ટાચાર ઘૂસતાં વિફરેલા ગ્રામજનોએ રસ્તાની કામગીરી બંધ કરાવી

કડાણા ના દધાલિયા ગામે ફળિયાઓના રસ્તાઓ બિસ્માર થતાં ગ્રામજનોને પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડતી હતી. અનેક રજૂઆત બાદ ગામના બાલાજીના મુવાડા ખાતે રસ્તો મજૂર થતાં ગ્રામજનોમાં ખુશી ફેલાઈ હતી. પરંતુ રસ્તાની કામગીરી જોતાં ગ્રામજનોની ખુશી ગુસ્સામાં ફેરવાઈ ગઇ હતી.

પોતાનાં ગામમાં બનતો નવીન રસ્તો વર્ષો સુઘી ચાલે તેની ચકાસણી કરવા ગ્રામજનો પહોંચીને બાલાજીના મુવાડાના રસ્તાની કામગીરી દેખતાં ગ્રામજનોને ગેરરીતિની આશંકા જોતાં ગુસ્સે ભરાઇને ગ્રામજનોએ રસ્તાની કામગીરી બંધ કરાવી હતી. કોન્ટ્રાકટર દ્રારા રસ્તાની કામગીરીમાં વાપરવામાં આવતા મટિરિયલ ગુણવત્તા અને માપદંડ વગર હલ્કી કક્ષાનું વાપરી ગેરરીતિ આચારવામાં આવતાં ગ્રામજનો દ્વારા કામગીરી રોકવામાં આવી હતી. જયારે આ કામગીરીમાં વાપરવામાં આવતા સળિયા સેન્ટિંગમાં પણ માપદંડ વગરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્યારે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલ આરસીસી રસ્તામાં કોન્ટ્રાકર દ્વારા હલ્કી કક્ષાનું મટિરિયલ વાપરી લાખ્ખો રૂપિયાનો બનતો રોડ પાછો બિસ્માર થઈ જાય તેથી ગ્રામજનો જાગૃત બનીને ગામમાં સારો અને ટકાઉ રોડ બને તેના માટે રસ્તાની કામગીરી બંધ કરીને કોન્ટ્રાકટર દ્વારા દધાલિયા પંચાયતમાં આવેલ બાલુજીના મુવાડા ગામમાં બની રહેલ રસ્તાની કામગીરી અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરીને ગામમાં નવીન રસ્તો નિયમ મુજબનો ટકાઉ બને તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.

રસ્તાનાં કામમાં હું નબળી કામગીરી નહિ થવા દઉં
હાલ રસ્તાની કામગીરી ચાલુ છે . રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતા હોવાની રજૂઆત મળી નથી. મારા ગામના લોકોને મજબૂત અને ટકાઉ રસ્તો બને તેની હું દેખરેખ રાખું છું. ગામના રસ્તાનાં કામમાં હું નબળી કામગીરી નહિ થવા દઉં.> કેલાશબેન વાગડીયા, સરપંચ, દધાલિયા

અન્ય સમાચારો પણ છે...