મહીસાગર જીલ્લાના કડાણા તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવારે બપોરે વહીવટ શાખાના સર્કલ દક્ષેશ પટેલ અને ATDO જગદીશ પરમાર વચ્ચે વાહન ભથ્થું ચુકવવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. જ્યારે આ બોલાચાલી થોડીવારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો વધુ બિચક્યો હતો. બન્ને કર્મચારીઓ વચ્ચે તુંતું મેમે બાદ ઉગ્ર બોલાચાલી વધતા હિસાબી શાખાના અધિકારી વચ્ચે પડી વાતનો અંત લાવવા સમજાવવા જતા ATDO દ્વારા હિસાબી શાખાના અધિકારી સાથે અસભ્યતા ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. જ્યારે મામલો વધુ ગંભીર બને તે પહેલા ટીડીઓ દ્વારા વાતનું વતેસર ન થાય તે માટે ત્રણે કર્મીઓને છૂટા પાડ્યા હતા.
જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ પૈસા બાબતે બાખડી રહ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા તાલુકા પંચાયત કચેરી બહાર બેઠેલા લોકો એકઠા થઈ જતા આ ઝઘડાનો વિડીયો ઉતારી વાયરલ કરાતા વિકાસના કામ પેટે ટકાવારી ભાગમાં કર્મચારીઓ બાખડી પડ્યાનો વિડીયો તાલુકામાં સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો હતો. જેને લઈ લોકો દ્વારા સોશિયલ મીડિયામા અલગ અલગ કોમેન્ટ કરી વીડિયોને તાલુકાના સોશિયલ મીડિયા ગ્રૂપમાં વહેતો કરવામા આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.