રજુઆત:માલવણ પંચાયતમાં આંગણવાડીમાં ભરતીમાં આક્ષેપની કરેલી રજુઆત

માલવણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિકાલ ના થાય ત્યાં સુધી ભરતીનો ઓર્ડર કોઈને ન અપાય તેવી માગ

કડાણા તાલુકાનું માલવણ ગૃપગ્રામ પંચાયતમાં આવેલ નવામુવાડા અને લાડપૂર બંને ગામની આંગણવાડીમાં ભરતીની જાહેરાત પડેલી હતી. જેમાં સ્થાનિક અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવેલ હતી. જેમાં વિવાદ ઊભો થવા પામેલ છે. કારણકે આ આંગણવાડીનું બાંધકામ માલવણ પંચાયતમાં કરવામાં આવેલ છે.

જેથી આંગણવાડીમાં હાલ તેડાગર તરીકે પણ માલવણ નવામુવાડા ગામની મહિલા નોકરી કરે છે. પરંતુ હાલ આંગણવાડી કાર્યકર ભરતીમાં વિવાદ થવા પામેલ છે. જેને કારણે નવામુવાડાના લોકોની માંગણી છે કે આ આંગણવાડીમાં હમારા બાળકો 85% આવે છે. હમારા બાળકો આ આંગણવાડીમાં આવતા હોય તો અમને ન્યાય મળવો જોઈએ તેવી માંગ સાથે મહીસાગર પ્રોગ્રામ ઓફિસરને ભરતીમાં અાક્ષેપ થયો હોવાની રજૂઆત કરેલ છે.

અને જણાવ્યુ છે કે જો આગણવાડીમાં માલવણ નવામુવાડા ફળિયાની કાર્યકરની ભરતી ન કરવામાં આવે તો અમો અમારા બાળકો આંગણવાડીમાં ભણવા મોકલીશુ નહી. વધુમાં નવામુવાડા આંગણવાડી ભરતીમાં 14 અરજદાર દ્વારા અરજીઓ કરવામાં આવેલ હતી. તેમાં 10 અરજી રિજેક્ટ કરવામાં આવી છે. જેમાં પણ 10 ઉમેદવારની પણ વાંધા અરજી કરેલ છે. જેથી સાચો ન્યાય મળે તેવી લોક માંગ છે. વધુમાં જિલ્લાની તમામ આંગણવાડી ભરતીમાં ભરતી પ્રક્રિયામાં બૂમો ઉઠી છે.

બાંધકામ કરેલ હશે તો તપાસ કરીશુ
આ આંગણવાડી લાડપૂર પંચાયતની રેવન્યુ વિલેગ નવામુવાડાની આંગણવાડી છે. અને જો માલવણ પંચાયતમાં બાંધકામ કરેલ હશે તો તે બાબતે તપાસ કરાવીશું. > પ્રોગ્રામ ઓફિસર, લુણાવાડા

અન્ય સમાચારો પણ છે...