કડાણા તાલુકાના બચકરીયા ઉ.ગામે ચંદુભાઈ ઊફેઁ ભલો ધુળાભાઈ ડામોર, સસરા ધુળાભાઈ ભેમા ડામોર અને સાસુ શાંતાબેન ધુળાભાઈ ડામોર દ્વારા ચંદુભાઈની પત્નિને સંતાનમાં કંઈ ના હોવાથી તેણીને બે વર્ષથી પતિ, સાસુ અને સસરા દ્વારા મેણાં ટોણા મારી માનસિક ત્રાસ આપવામાં આવતા કલીયારી ગામે 22.9.20.ના રોજ ઘરેથી નીકળી જઈ કુવામાં પડી મોત વહાલું કર્યુ હતુ. અા અંગે કલાભાઈ ઉદા માલીવાડ દ્વારા ડીંટવાસ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનાનું ચાર્જ સીટ કોર્ટમાં રજુ કરેલ હતી.
મહિસાગર જીલ્લા સેસન્સ જજ એચ.એ દવેની કોર્ટમાં કેસના ફરિયાદી અને સાહેદોની જુબાની અને પુરાવાઓને ધ્યાને લેતા આ કેસમાં ફરિયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલ સરજન ડામોરની દલીલોને દલીલો ગાહય રાખીને સેસન્સ જજે આરોપી ચંદુભાઈ ઊફેઁ ભલો ધુળાભાઈ ડામોર, સસરા ધુળાભાઈ ભેમા ડામોર અને સાસુ શાંતાબેન ધુળાભાઈ ડામોરને તકસીરવાન ઠરાવીને સાત વર્ષની સાદી કેદની સજા અને રૂા.10 હજારનો દંડ અને આ દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાના ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠરાવીને બે વર્ષની સજા અને રૂા.5 હજારનો દંડ અને આ દંડની રકમ ના ભરે તો વધુ છમાસની સજાનો હુકમ કરાતાં ડીટવાસમાં સન્નાટો મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.