હડતાળની અસર:3 તાલુકાના 182 ગામોના લાખો લોકો 2 દિવસથી પાણીથી વંચિત

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કડાણા પાણી પુરવઠા વિભાગના ખાનગી કર્મચારીઓ હડતાલ પર બેસી ગયા હતાં. - Divya Bhaskar
કડાણા પાણી પુરવઠા વિભાગના ખાનગી કર્મચારીઓ હડતાલ પર બેસી ગયા હતાં.
  • કડાણા પાણી પુરવઠાના ખાનગી કર્મીઓની હડતાળથી અસર
  • સંતરામપુર - કડાણા-મોરવા (હડફ)ને 2 દિવસથી પાણી મળ્યું નથી

કડાણા પાણી પુરવઠા વિભાગના ખાનગી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા ત્રણ તાલુકાના 182 ગામના લાખ્ખો પરિવાર અને પશુઓ પીવાના અને વપરાશના પાણી માટે રઝળપાટ કરે છે ત્યારે પાણી પુરવઠા વિભાગ એજન્સીના બહાને પોતાની જવાબદારીથી છટકી લોકોને પાણી માટે વલખાં મારવા મજબુર કરી રહી છે.

મહીસાગર જીલ્લાના કડાણા જળાશયમા આગામી એક વર્ષમાં પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પરતું પાછલા 48 કલાકથી 182 ગામની પ્રજા પીવાના પાણી માટે વેખલા કરતી જોવા મળી રહી છે. કારણકે કડાણા જુથ પાણી પુરવઠા યોજના ભાગ -1 અને 2 ના 80 જેટલા કર્મચારીઓ 30 ઓગસ્ટથી હડતાલ ઉપર ઉતરી ગયા છે.

ત્યારે આ કર્મચારીઓની માગણી છે કે સરકારના વર્ગ 4 ના કાયમી કર્મચારીઓ તરીકે સમાવેશ કરી સરકારી ધારાધોરણ મુજબ અંશકાલીન કામદારોને લઘુતમ વેતન અને રજાઓનો લાભ આપવામાં આવે આ માંગ સાથે 80 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ત્રણ તાલુકામાં વિતરણ કરવામાં આવતું પાણી સ્થગિત કરી તમામ મશીનરી બંધ કરી દેવામાં આવતા સંતરામપુર - કડાણા અને મોરવા (હડફ)ને પાણીનો સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જગ્યાએ આ સમસ્યા અમારી નથી.

આ એજન્સીની સમસ્યા છે. તેવુ કહી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકતા જોવા મળ્યા હતા. વધુમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવ્યું હતું કે એજન્સીને જાણ કરી છે. પરંતુ રવિવારથી હડતાલમા જોડાયેલા કર્મચારીઓને કોઈ મળવા આવ્યું નથી. ત્યારે પાણી પુરવઠા વિભાગ અને એજન્સીમાં સંકલનના અભાવે 182 ગામોને પાછલા બે દિવસથી પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવી રહ્યો છે.

વિભાગ જવાબદારીથી છટકી રહ્યંુ છે
સંતરામપુર - કડાણા અને મોરવા (હડફ) તાલુકાના ગામોને પીવાનું પાણી પુરુ પાડવાની જવાબદારી પાણી પુરવઠા વિભાગ અને એજન્સીની હોય છે. ત્યારે હાલ આ સમસ્યા માત્ર એજન્સીના માથે ઢોળી પાણી પુરવઠા વિભાગ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે.

એજન્સીને પાણી ચાલુ કરવાનું દીધું છે
આ અમારા મા નથી આવતું અમે એજન્સીને વાત કરી છે. આ સમસ્યા એમની છે એ લોકો આવીને વાત કરશે અમે એજન્સીને આવતી કાલથી પાણી ચાલુ કરવા કહી દીધું છે. >પ્રકાશ બામણીયા, ડે.અેન્જી. પાણી પુરવઠા

અન્ય સમાચારો પણ છે...