રેશનકાર્ડથી NFSA યોજનામાં ગરીબોને વિતરણ કરવામાં આવતા મફત અનાજનો લાભ આર્થિક રીતે સુખી પરિવાર પણ લેતા હોવાનું સરકારના ધ્યાને આવતા ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે. આ ઝુંબેશ અંતર્ગત મહીસાગર જીલ્લાના તમામ તાલુકા મામલતદાર દ્વારા અપીલ સાથે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમા સરકારી મફત અનાજનો લાભ લેતા હોય તેવા સુખી પરિવારો જેવાકે ધરમાં ફોરવ્હીલ વાહન, કુટુંબનાં કોઈપણ સભ્ય સરકારી કર્મચારી, નિયત કરતા વધુ ખેતીની જમીન ધરાવતા, શહેરી વિસ્તારોમાં પાકું ધાબાવાળું મકાન ધરાવતા, સરકારી પેન્શનનર હોય તેવા પરિવારે 30 જૂન 2022 સુધીમાં સ્વેચ્છાઓ તેમના એન.એફએસ.એ રેશનકાર્ડ મામલતદાર કચેરીમાં જઈ કમી કરવી લેવા જણાવ્યું છે.
ત્યાર પછી 1 જુલાઈથી પુરવઠા વિભાગ દ્વારા NSFA યોજનામાં મફત અનાજનો લાભ લઈ રહ્યા હોય તેવા પરિવારના પુરાવા મેળવી તેમની સામે ફોજદારી કાર્યવાહી કે ગુનો દાખલ કરવામાં આવશે. કડાણા પુરવઠા મામલતદાર દ્વારા આ અંગે જાગૃતતા લાવવામાં ગામેગામ રીક્ષામાં માઇક દ્વારા લોકો સુધી આ સંદેશ પહોંચાડવાની કામગીરી આરંભી હતી.
જેને પગલે તાલુકામાંથી આર્થિક સુખી હોય છતાં એન.એફ.એસ.એ યોજનામાં અનાજ નો લાભ લેતા હોય તે લોકો પરિપત્ર જાહેર કરાયા બાદ સ્વેચ્છાએ રદ કરાવવા મામલતદાર કચેરી ખાતે સંપર્ક કરી રહ્યા છે. જોકે આ જાહેર અપીલ રેશનકાર્ડ કમી કે રદ કરવવા માટે નથી એન.એફ.એસ.એ યોજનામાંથી આર્થિક સમૃદ્ધ લોકોને કમી કરવા માટે છે. રેશનકાર્ડ તો દરેક નાગરિકની જરૂરિયાત છે. કેટલાક રેશનકાર્ડ ધારકો ગેરસમજમાં રહેતા કચેરીએ પૂછપરછ કરવા માટે આવી રહ્યા છે. જેમને આ બાબતે માહિતગાર કરવામાં આવી રહ્યા હોવાનું કડાણા પુરવઠા મામલતદાર જયેશ પંડયા દ્વારા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.