રજુઆત:ઘાસવાડાના સરપંચને 2થી વધુ બાળકો હોવાનો આક્ષેપ

દિવડા કોલોની‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી લડવા ખોટી રીતે છેડછાડ કરી હોવાનો આક્ષેપ કર્યો
  • તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરતાં ફફડાટ

કડાણા તાલુકાની ઘાસવાડા ગ્રામ પંચાયતમાં હાલના સરપંચ ખાંટ રામાભાઇ ફુલાભાઇને બે કરતાં વધુ સંતાન હોવા છતાં ખોટી રીતે ગેરકાયદેસર એફીડેવીટ કરી ચુંટણી લડી હોવાના આક્ષેપ કરતી રજુઆત મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી.

આક્ષેપ કરતી રજુઆતમાં જણાવેલ કે ચુંટણી પંચના વર્ષ 2005થી ત્રણ બાળકો ધરાવતો હોવાથી ચુંટણી લડી શકે તેમ ન હોવાથી ધાસવાડા ગ્રામ પંચાયતના હાલના સરપંચ ખાંટ રામાભાઇએ તલાટી સાથેના મેળાપીપણા કરી બે સંતાન બતાવી ચુંટણી પંચમાં ખોટા એફીડેવીટ કરી ચૂંટણી પંચને તેમજ કાયદાઓનો સરેઆમ ભંગ કર્યો હોવાનો આક્ષેપ સાથે સરપંચને પદ પરથી દૂર કરીને સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રજુઆત મળ્યાના 15 દિવસમાં ચુંટાઇને આવેલા સરપંચ સામે કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે જિલ્લા પંપાયતની કચેરી બહાર ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આક્ષેપ કરતી રજુઆતમાં ઉચ્ચારી હતી. જેથી તપાસ શરૂ કરાતા ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...