ફરિયાદ:કેનાલમાં ગુણવત્તા વિનાનું કામ થતું હોવાની ફરિયાદ

દિવડાકોલોની3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય રેતી ખરાબ હોવાનું જણાવતાં ડે ઈજનેર

કડાણા ડેમમાંથી નીકળતી ડાબાકાંઠા મુખ્ય કેનાલ મારફતે તાલુકા અને જીલ્લાની 11059 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપે છે. જેને કારણે ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદ રૂપ છે. સાથે સાથે કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અિધકારીઓ પણ આ કેનાલની કામગીરીનું યોગ્ય રિતે નિરિક્ષણ કરે તે જરૂરી બન્યુ છે. કેનાલ રીપેરીંગના નામે લાખોનો ખર્ચ કરવામાં આવે છે.

હાલમાં કેનાલ મરામતની કામગીરી ચાલી રહી છે. હાલ કડાણા ડાબાકાંઠા કેનાલમાં મઠ (ડોડીયા) ખાતે ચાલતી કામગીરીમાં જે સામગ્રી કોન્ટ્રાક્ટર દ્રારા વાપરવામાં આવી રહી છે તે તદ્દન હલ્કી કક્ષા અને ગુણવતા વગરની હોવાનું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. જેમાં ઉપયોગમાં લેવામાં આવતી રેતીમાં માટીનું પ્રમાણ વધુ હોવાનું જણાય છે. જે રેતીનો આર.સી.સી માટે વાપરવામાં આવી રહી છે. તેમાં માટીનું પ્રમાણ વધુ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

તેમજ ગુણવતા અને માપદંડ વગરની કામગીરી હાલ ચાલવા છતાં અધિકારીઓ દ્રારા કોઈ રોકટોક કેમ કરવામાં ન આવતી હોવાથી નવાઈ ઉપજાવે તેવી વાત છે. કડાણા ડાબાકાંઠા મુખ્ય અને પેટા કેનાલમાં દર વર્ષે મુખ્ય અને માઇનોર કેનાલની મરામત કામગીરી કરવામાં આવે છે. હાલમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે તો રીપેરીંગમાં ચાલતી હલકી કામગીરીની ગુણવત્તા સુધરાય તો લાંબા સમયસુધી ખેડૂતોને પણ કોઇ તકલીફ ન રહે. જોકે કડાણા તાલુકાની મઠ ડોડીયા કેનાલ ચાલતી કામગીરીમા તપાસ દરમિયાન સામે આવે તેવી હકીકતો સ્પષ્ટ જોવા મળે તેમ છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાય તે જરૂરી બન્યુ છે.

રેતી ચાળીને ઉપયોગ કરવા કહ્યું હતું
કેનાલ ચાલુ કરવાની હોય તાત્કાલિક કામ પુરુ કરવાનું હતું. સામાન્ય રેતી ખરાબ હતી. મેં ચાળીને ઉપયોગ મા લેવાનું કહ્યું હતું. અગાઉ પણ આ કોન્ટ્રાક્ટરને ખરાબ રેતી લાવ્યો હતો. એને અમે કામ બંધ કરાવ્યું હતું. > આર એફ ગરાસિયા. ડે ઈજનેર ડાબાકાંઠા

અન્ય સમાચારો પણ છે...