અકસ્માત:પતંગ ખરીદવા જતાં મામા, મામી અને ભાણિયાનું કારની ટક્કરે મોત

બાલાસિનોર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાલાસિનોરમાં બાઇક પર લઇ જતી વેળા અકસ્માત

પંચમહાલ જિલ્લાના અરવીંદભાઈ બીલીઠા ગામે બહેનના ઘરે આવ્યા હતા.જ્યાથી ભાણિયા માટે કપડા અને પતંગની ખરીદી કરાવવા બાલાસિનોર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાળમુખી કારે બાઈકને ટક્કર મારતા મામા-મામી અને ભાણિયાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું.

પંચમહાલ જિલ્લાના શહેરના તાલુકાના સાદરા ગામમાં રહેતા અરવિંદભાઈ માછી ઉં.વ. 26 ,પત્ની કલ્પના માછી ઉં.વ. 26 ઉત્તરાયણનો તહેવાર મનાવવા બીલીઠા ગામે અરવિંદની બહેનના ઘરે આવ્યા હતા.દરમિયાન દંપત્તિએ વહાલસોયા 11 વર્ષીય ગૌરવને ઉત્તરાયણ નિમિત્તે પતંગ,દોરી અને કપડાની ખરીદી કરવાનું નક્કી કરતા ત્રણે અરવિંદના બાઈક પર બાલાસિનોર આવવા માટે નીકળ્યા હતા.ત્યારે સામેથી આવતી સ્કોર્પિયો કારના ચાલકે અરવિંદના બાઇકને ટક્કર મારતા ત્રણે ઉછળી જમીન પર પછડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...