બાલાસિનોર તાલુકાના વેરાસા ગામમાં આદિવાસી વસ્તી વધારે ધરાવતું તાલુકો છે. જેમાં કમલા વિદ્યામંદિર રાજ્ય કક્ષાએ નામના મેળવેલ પ્રાથમિક શાળા છે. શાળામાં બાળકોને સરકાર તરફથી અનાજ અાપવામાં અાવે છે.
પરંતું શાળાના આચાર્ય દ્વારા કોરોના કાળ દરમિયાન સરકાર તરફથી મળતુ અનાજ આદિવાસી ગરીબ બાળકોને ન આપતા બજારમાં સગેવગે કરી વેચી નાખવાની અને બાળકોને અનાજ ન મળ્યુ હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. આચાર્ય દ્વારા ફેબ્રુઆરી માસમાં લોકડાઉંનમાં ગરીબ બાળકોને અપાતું અનાજ બારોબાર સગે વગે કરી બજારમાં વેચાયાનું અને બાળકોના વાલીઓઅે અનાજ ન મળવાની ચર્ચા થતાં શાળાના આચાર્ય દ્વારા અનાજ નિભાવની રજીસ્ટરમાં બાળકોની ખોટી સહી કરી બાળકોને અનાજ વિતરણ કરેલ છે.
પરંતુ ખોટી સહી પણ આ શિક્ષક દ્વારા કરવામાં આવી છે તેવા આક્ષેપ પણ વાલીઓ અને બાળકો દ્વારા થઈ રહ્યા છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઅો દ્વારા તપાસ થાય તો અન્ય ગ્રાન્ટોનો પૂરેપૂરો ઉપયોગ થયો છે કે કેમ તેવા અન્ય કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે.
અનાજ મળેલ નથી
મારુ બાળક ધોરણ છ માં અભ્યાસ કરે છે પરંતુ કોરોના કાળ દરમિયાન બેથી ત્રણ વાર સ્કૂલ પર અનાજ લેવા ગયેલ પરંતુ એક પણ વાર અનાજ મળેલ નથી:> ભરતભાઈ રાયસીંગભાઇ નાયક, વાલી
સ્ટોક અમારી પાસે છે
શાળાના બાળકોને અનાજ મળ્યું નથી તેવા આક્ષેપો ખોટા છે અમે અનાજ વિતરણ કરેલ છે. જેને નથી મળ્યું એ સ્ટોક અમારી પાસે છે અમે વહેંચીશું. > દીપક કુમાર નાથાભાઈ પટેલ, મુખ્ય શિક્ષક
સ્કૂલમાં શું રમત રમાઇ, ખબર નથી
કેટલાક વાલીઓ દ્વારા મારો સંપર્ક કરી જણાવાયું હતું કે અમુક બાળકોને અનાજ મળ્યું છે અને અમારા બાળકોને અનાજ મળ્યું નથી તેમ કહેતા મેં તેમને મુખ્ય શિક્ષકનો સંપર્ક કરવા જણાવ્યું હતુ અને 5:00 વાગ્યા પછી સ્કૂલમાં શું રમત રમાય છે તેની મને ખબર નથી. પરંતુ મને જતા બીજા દિવસે મેં રૂમમાં તપાસ કરતા અનાજનો સ્ટોક જોવા મળેલ ન હતો. > પરમાર સોમાભાઈ, મદદનીશ શિક્ષક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.