મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલ હોસ્પિટલમાંથી લાયસન્સ વગરનું સોનોગ્રાફી મશીન મળતાં ખળભળાટ મચી ગયો છે.
બાલાસિનોર નગર અને રાજ્યમાં લકવાની સારવાર માટે પ્રચલિત સર્વોદય હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન મળી આવ્યુ છે. આ મશીન લાયસન્સ અને ડૉકટરની નોંધણી વગરનું છે. આ બનાવની જાણ થતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સીલ કરાયું છે.
મહિસાગર જિલ્લા આરોગ્ય અધિકારી કમલેશ કે પરમારે જણાવ્યું હતું કે, સોનોગ્રાફી મશીન નોંધણી વગરનું છે, જેને સીલ કરી મશીન ક્યાંથી આવ્યું અને શેના ઉપયોગ માટે લાવ્યું તેની તપાસ ચાલુ છે. લાયસન્સ વગર મળેલા સોનોગ્રાફી મશીન અંગે ગાયનેક ડોકટરને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે આ કેસમાં પી. એન. ડી. ટી એકટ મુજબ ગંભીર ગુન્હો બને છે અને પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.