નોટિસ:બિનઅધિકૃત વ્યક્તિએ 135 ડી મૂજબ ખેડૂતોને નોટિસ પાઠવી

બાલાસિનોર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાલાસિનોર રેવન્યુ તલાટી કચેરી દ્વારા જમીન રેકોર્ડ સાથે ચેડાં

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 44 ગ્રામ પંચાયત પૈકી રેવન્યુ સેજા પ્રમાણે 9 ભાગમાં વહેંચવામાં આવ્યું છે જેમાં 7 રેવન્યુ તલાટી ફરજ બજાવે છે. આ રેવન્યુ તલાટી પૈકી અનેક તલાટી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી બિન અધિકૃત વ્યક્તિ હાથમાં અરજદારોએ જમીન અંગે કરેલ અરજી સંબંધિત ફેરફાર કરવા અને સંમતિ બાબતે આપવામાં આવતી 135 ડી નોટિસ આપવામાં આવે છે જે નોટિસ રેવન્યુ તલાટી જમી ના ખાતેદાર પાસે જઈને રૂબરૂ હાજરીમાં સહી કરવાની હોય છે.

જે રેવન્યુ તલાટી પોતાના સેજાની 135 ડી ની નોટિસો બિન અધિકૃત વ્યક્તિ હાથમાં આવતા નોટિસમાં નામ દીઠ 100-100 રૂપિયા લેતા હોવાની બૂમ ઉઠી છે. અનેક વખત બિન અધિકૃત લોકો ખેડૂતોની ખોટી સહી કરવાના કિસ્સામાં ખેડૂતોને પોતાના હક્ક માટે પ્રાંત કલેકટરને અપીલ કરવાની ફરજ પડે છે. ત્યારે બાલાસિનોર રેવન્યુ સેજા 9 પૈકી 7 તલાટી ફરજ બજાવે છે

જેમાં અનેક સેંજામાં રેવન્યુ તલાટી લગતા કામકાજ માટે અરજદારોને રેવન્યુ તલાટી મામલતદાર ઓફિસ બોલાવે છે જયારે સેજા પંચાયતમાં થતા કામકાજ માટે તાલુકાના છેવાડાના ગામડાઓમાંથી અરજદારોને રેવન્યુ તલાટીઓને આડોડાઇના પગલે રૂપિયા અને સમયનો બગાડ કરી તાલુકા મથકે જવું પડે છે ત્યારે આવા તલાટી સામે કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

અન્ય સમાચારો પણ છે...