બેજવાબદારી:બાલાસિનોરના સરદારપુરા રોડનું કામ ચાર વર્ષથી અધૂરું

બાલાસિનોર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામની મુદત પૂરી થયાને પણ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો
  • માર્ગ બનાવતી અેજન્સીને પી.ડબ્લ્યુ.ડી. દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી

બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગ્રામ પંચાયતને અડીને સરદારપુરા થી મગનપુરા જોડતા માર્ગનું કામ 2019 ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામ કોન્ટ્રાક્ટરની ઢીલીનીતિને પગલે તેની સમય મર્યાદામાં પૂર્ણ ન થતા ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા મુસાફરો પી.ડબ્લ્યુ.ડી. વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી જેસીબીથી લેવલિંગ કર્યા બાદ મોટી કપચીઓ નાખી દેતા મોટરસાયકલ, ફોરવીલ સહિત રાહદારીઓ પસાર થવું કઠિન બની ગયું હતું.

અંદાજીત રૂ.1 કરોડના ખર્ચે બનનાર માર્ગ ન બનતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ બાબતે ઓથવાડ તાલુકા સદસ્ય નટવરસિંહએ જણાવ્યું હતું કે આ માર્ગ બનાવવા માટે મગનપુરાના તળાવમાંથી ગેરકાયદેસર રીતે પથ્થર કાઢી ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ગોકળગતિએ કામ ચાલતા આસપાસના ગામના લોકો પરેશાન થઇ જતા અધિકારીઓને વારંવાર જાણ કર્યા છતાં પરિણામ મળ્યું ન હતું. આ બાબતે પી.ડબ્લ્યુ.ડીના ડેપ્યુટી એન્જીનીયર મુકેશભાઈ પટેલીયાએ જણાવ્યું હતું કે કામમાં વિલંબ થયો છે. સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતા કામ પૂર્ણ ન થતા અમારી કચેરીથી કોન્ટ્રાક્ટર સોંરભ બિલ્ડર્સ એજન્સીને નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...