બાલાસિનોર તાલુકાની ગૂંથલી ગ્રામ પંચાયત વિસ્તારની જમીન પર નીલગીરીઓ રોપેલી હતી. જેમા શુક્રવારની વહેલી સવારે કોઈક કારણસર આગ ભભૂકી ઊઠી હતી. ગૂંથલી પંચાયત વિસ્તારમાં આવેલ સર્વે નંબર 317 અને 318માં આગ લાગતા 60 થી 70 જેટલા નીલગીરીના ઝાડને નુકશાન થયું હતું. નીલગીરીમાં 1 કલાક કરતા વધુ સમય સુધી અાગ ચાલુ રહી હતી. જો આગ કાબુમાં ન આવતી તો આ જમીનની પાછળ આવેલ ખેતરમાં પકવેલ ઘઉં ને પણ નુકશાન થતું.
ત્યારે આગ લાગતાની સાથેજ તાલુકા પોલીસ સ્ટાફ, પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર, સરપંચ, તલાટી તેમજ રેવન્યુ તલાટી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ગામના રહીશ અરવિંદભાઈ નારાયણભાઈ, અરવિંદભાઈ મોહનભાઇ તેમજ વિજયભાઈ જવાનભાઈ સહીત ગામજનોઅે અાગને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બાદ ફાયર ફાયટર બોલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. નીલીગીરીઅોમાં અાગની ધટના બનતા નજીક ખેતરના ઉભા પાકને નુકસાન થાત તો ખેડૂતમાં ગભરાટ પેસી ગયો હતો. હજુ સુધી અાગ કયાં કારણસર લાગી તે જાણવા મળી રહ્યું નથી.
આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો
ગૂંથલી ના સ્થાનિક દ્વારા મને જાણવા મળેલ કે પંચાયતની જમીનમાં જે નીલગીરી છે તેમાં આગ લાગી છે. બાદમાં તલાટી વૈશાલી રાણા, પીએચસીના ડોકટર અનંત શાહ, રેવન્યુ તલાટી સુરેશભાઈ રબારી અને તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. ભરવાડ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. બળવંતભાઈ પરમાર, સરપંચ , ગૂંથલી પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.