રેપ વિથ મર્ડર થયાની આશંકા:બાલાસિનોરના પીલોદરાની યુવતી પર દુષ્કર્મ આચરી હત્યાની આશંકા

બાલાસિનોર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 સાયન્સની વિદ્યાર્થીનીનો ઘર પાસેથી મૃતદેહ મળતાં અનેક તર્ક-વિતર્ક
  • પગ ભાંગી નાખી શરીરે ડામ દીધા હોવાનું કહીં પિતાનું હૈયાફાટ રૂદન

બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામે 17 વર્ષીય યુવતી સાથે રેપ વિથ મર્ડર થયાની પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ઘર નજીક આવેલ સ્થળેથી યુવતીની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. યુવતીના શરીરે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે. આ બનાવની જાણ જિલ્લા પોલીસને થતા પોલીસ ટીમનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

આ બનાવ અંગે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર બાલાસિનોરના પીલોદરા ગામે રહેતી અને તાજેતરમાં ધો-12 સાયન્સની પરીક્ષા આપેલ 17 વર્ષીય યુવતીનો મૃતદેહ તેના ઘર પાસેથી અંદાજીત એક કિ. મીના અંતરેથી મળી આવ્યો છે. આ બનાવની જાણ પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મૃત હાલતમાં પડેલ યુવતીના શરીરના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી.વળી પરિવારજનોનો આક્ષેપ કર્યો હતો કે યુવતી રેપ થયાની થયો છે. આ બાદ યુવતીનો મૃતદેહને બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે મહિસાગર જિલ્લા નાયબ પોલીસ અધિકારી પી. એસ. વળવી, એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રેમી યુવાને યુવતીની હત્યા કરી હોય તેવી ચર્ચા
આ બાબતે મળતી માહિતી મુજબ પ્રેમી સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવ્યો હતો અને યુવતીને અન્ય જગ્યાએ બોલાવી તેનું ઢીમ ઢાળી દીધું હોવાની ચર્ચા હાલ ગ્રામજનોમાં થઈ રહી છે.

એકસપર્ટ ઓપનિયન માટે મૃતદેહ વડોદરા મોકલાયો
આ બનાવ અંગે ડોકટરે જણાવ્યુ હતુ કે એકસપર્ટ ઓપનિયન માટે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા આવશે તેમ જણાવ્યુ હતુ. જો કે આ બનાવ અંગે પી.એમ રીપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...