કાર્યવાહી:બાલાસિનોરમાં ચેક રિટર્ન મામલે છ માસની સજા

બાલાસિનોર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોન લઇ વ્યાજ ન ભરતાં ચેક આપ્યો હતો

બાલાસિનોર સહયોગ બેંકમાંથી આરોપીએ રૂ.1 લાખની લોન લીધી હતી. જે લોન અને વ્યાજ ન ભરતા આપેલ ચેક રીર્ટન થતા છ માસની સાદી કેદની સજા બાલાસિનોર કોર્ટે ફટકારી હતી. બાલાસિનોર સહયોગ બેંકમાંથી અબ્દુલકાદર શેખ નામના વ્યક્તિએ એક લાખની લોન લીધી હતી જે લોનના માસિક હપ્તા અનિયમિત રહેવાથી રૂ. 2.04 લાખ આરોપી પાસેથી વસૂલાત કરવાની હતી. જે સંદર્ભે આરોપી દ્ધારા બેંકને ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાં દેખાડતા બેંલેન્સ ન હોવાથી પરત ફર્યો હતો.

જેથી સહયોગ બેંકના વકીલ આર.કે. પંચાલ દ્ધારા કેશ બાબતે લડત આપતા બાલાસિનોર મે.એડિ.ચીફ જયુડી. મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેશ ચાલી જતા આરોપી અબ્દુલકાદર અબ્દુલસત્તાર શેખને છ માસની સાદી કેદની સજા અને રૂ.2.4 લાખ ફરીયાદીને 30 દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...