પક્ષી પ્રેમીઓમાં રોષ:બાલાસિનોરમાં ચાઈનીઝ દોરી-તુક્કલનું ધૂમ વેચાણ

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લે આમ વેપલા સામે તંત્રનું સૂચક મૌન

મકરસંક્રાંતિને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાલાસિનોર નગર સહિત તાલુકામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. જેને લઇ નગરમાં પક્ષી પ્રેમીઓમાં ચાઈનીઝ દોરી અને તુક્કલને લઈને રોષ ભભૂકી ઉઠ્યો હતો.

બાલાસિનોરમાં પતંગનો જુના અને હોલસેલ વેપારીઓની દુકાન ઉત્તરાયણના ગણતરીના દિવસોમાં દિવસ-રાત્રી દરમિયાન ધમધમતી ઊઠે છે. આ વેપારીઓ નગરમાં દરજીવાડ, રાજપુરી દરવાજા, સલીયાવાડી દરવાજા ,બસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલનો ખુલ્લેઆમ તંત્રના સૂચક મૌન હેઠળ બે રોકટોક વેપાર કરી રહ્યા છે. ત્યારે નગરના મુખ્ય બજારમાં અમુક પતંગોના કપાયેલા ચાઈનીઝ દોરા લટકી રહેલા નજરે પડે છે. ચાઈનીઝ દોરી બાલાસિનોર નગરવાસીઓ અને પક્ષીઓ માટે જોખમી અને જીવલેણ સાબિત થતો હોઇ લોકો દ્વારા તંત્ર સજાગ બની ચાઈનીઝ દોરીઓ અને તુક્કલનો વેપાર કરતા વેપારીઓ સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી હતી.

વિવિધ ટીમો બનાવીને ચેકિંગ શરૂ કર્યું
હવે મકરસંક્રાંતિ નજીક આવતા ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલના વેપારીઓને રંગે હાથ પકડી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જો કોઈ પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. > એ.એન.નીનામા, પોલીસ ઇન્સ્પેક્ટર, બાલાસિનોર.

અન્ય સમાચારો પણ છે...