બાલાસિનોરમાં 26 ઓગસ્ટ 2014ના રોજ પત્રકારનો વ્યવસાય કરતા દિપક પંચાલ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ઝેરોક્ષની દુકાન પાસે કાર લઈને ઉભા હતા. તે સમય દરમિયાન પી.આઈ જે.કે.પટેલ ત્યાંથી પસાર થતા, ફરીયાદીને કહેલ કે તે આરટીઓના નિયમનો ભંગ કરેલ છે. તેમ કહી કારની ચાવી ઝૂંટવી લીધી હતી.
ત્યાર બાદ ફરિયાદી દ્વારા પોલીસ ઇન્સ્પેકટરને કહેવામાં આવ્યું હતું કે મારી ગાડીમાં 20 હજાર છે, મને લઈ લેવા દો. તેમ છતાં ના લેવા દેતા અને દંડની રકમ ભર્યા બાદ ગાડીમાં જોતા 20 હજાર રૂપિયા ન હોવાથી પોલીસ ઈન્સ્પેકટરને સંપર્ક કર્યો હતો. ત્યારે પોલીસ ઈન્સ્પેકટર દ્ધારા હું તારો કોઈ ચોકીદાર નથી તેમ કહી ધક્કા મારી અરજદારને પોલીસ સ્ટેશનની બહાર કાઢી મુક્યા હતા.
જેથી ફરિયાદી દ્વારા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને લેખિત અને મૌખિક વારંવાર જાણ કરવા છતાં પરિણામ ન મળતા ફરીયાદીના વકીલ નિતીન ટી.ગાંધી દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરતા 8 વર્ષ બાદ બાલાસિનોર કોર્ટેના એડી.જ્યુડી. મેજિ. અનિલ કુમાર પરમારે પોલીસ ઇન્સ્પેકટર તેમજ અન્ય પોલીસ કર્મીઓ સામે ફોજદારી ગુન્હો રજિસ્ટરે નોંધવાનો હુકમ કર્યો હતો.
આગામી 6 જૂનના રોજનું સમન્સ નીકળ્યું
કોર્ટ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ તો કર્યો, પરંતુ આ કામના આરોપીને આગામી તા.6 જુનના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ નીકાળવા હુકમ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.