બાલાસિનોર શહેરમાં રહેતો અને ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો મુસ્લિમ યુવક દ્વારા બે દિવસ અગાઉ હિન્દુ યુવતીને ભગાડી જતા સમગ્ર શહેરમાં અજંપા ભરી શાંતી ફેલાઈ હતી. હિન્દુ યુવતીને ભગાડી લઈ જઈ ગેસ્ટહાઉસમાં ગોંધી રાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે અંગે તપાસ કરી રહેલ બાલાસિનોર પોલીસ બંનેને અમદાવાદ થી ઝડપી લાવી હતી.
મુસ્લિમ યુવક યુવતીને ભગાડી જતા યુવતીના પિતાએ બાલાસિનોર પોલીસને અરજી આપી હતી. જે બાદ બાલાસિનોર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહેલી બાલાસિનોર પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા અમદાવાદ એલીસબ્રીજ પાસેના નિલકમલ ગેસ્ટહાઉસ, પાંચમા માળે આવેલ રૂમનું લોકેસન મળ્યું હતુ. જેથી પોલીસે અડધી રાત્રે બારણું ખખડાવ્યું હતું. જે દરમિયાન બાલાસિનોરનો મુસ્લિમ યુવક શેખ સમીરહુસેન ઉર્ફે પિન્ટુ અને સાથે હિન્દૂ યુવતી રૂમમાંથી મળી આવતા સ્થાનિક પોલીસે તેઓને બાલાસિનોર પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.
યુવક-યુવતીને પોલીસ મથકે લાવતા યુવતીના સમાજ અને હિન્દૂ જાગૃત સેનાના ટોળે ટોળા પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા હતા. જેથી મોટી સંખ્યામાં ટોળા એકત્ર થતાં જિલ્લા ડીવાયએસપી તેમજ એસઓજી ટિમ સહીત સ્થાનિક પોલીસનો કાફલો સજ્જ કરી દેવાયો હતો. પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ યુવકે યુવતીને સ્પષ્ટ સંભળાવી દીધુ હતુ કે તું તારા ઘરે અને હું મારા ઘરે, હવે આપણે કોઈ સબંધ નહીં તેમ છતાં યુવતીએ યુવક સાથે જ રહેવાની જીદ કરી હતી.
યુવતીના પિતા સહિત સગાવ્હાલાએ ખૂબ સમજાવાનો પ્રયન્ત કર્યા પરંતુ યુવતી એકની બે ના થતાં માતા પિતાની સંમતિથી યુવતીને આણંદ ખાતે આવેલા નારી સંરક્ષણ કેન્દ્રમાં પોલીસે સોંપી હતી. હિન્દૂ યુવતીને ભગાડી લઈ જનાર સમીરહુસેન શેખનો ભાઈ રિયાઝહુસેન ભાજપ લઘુમતી મોરચાના સહ કાર્યાલય મંત્રી તરીખે ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટના પગલે હિન્દૂ સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.