કોમ્પ્યુટર ઓપરેટર સામે ફરિયાદ:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાખોનું કૌભાંડ આચર્યું

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંડવા પંચાયતના તત્કાલિન કોમ્પ્યુટર ઓપરેટર મિતુલ સેવક સામે ફરિયાદ

બાલાસિનોર તાલુકાના પાંડવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઓપરેટરે તલાટી કમમંત્રીનો પાસવર્ડ ખોટો ઉપયોગ કરી કૌભાંડ કર્યું છે. આ બનાવ અંગે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પાંડવા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી પી.જે.અમીન દ્વારા બાલાસિનોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 28 ફેબ્રુઆરી 2020 થી 30 સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન પાંડવા ગ્રામપંચાયતમાં વી.સી.ઇ ની ફરજ બજાવતા મિતુલ હેમંતકુમાર સેવકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પોતે તથા તેમના ભાઈ ભાવેશ હેમંતકુમાર સેવક તેમજ અન્ય 19 બિનખેડૂત વ્યક્તિના ખાતામાં સીધા લાભ અપાવી સરકારના 2.34 લાખનું કૌભાંડ આચર્યું છે.

આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ હાથ ધર્યા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ બનાવ અંગે બાલાસિનોર પોલીસે વિવિધ કલમો સાથે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે તાલુકાના વિવિધ કચેરીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે આ કોમ્પ્યુટર ઓપરેટર મિતુલ સેવક પૈસા લઈ ગમે તેવું સાચાનું જુઠું અને જુઠાનું સાચું કરવામાં ખુબ માહિર છે. તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 30 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હોય તેવા ખેડૂત ખાતેદારોના નામે એન્ટ્રીઓ કરી બોગસ ખેડૂતોને સરકારના રૂપિયાનો સીધો લાભ અપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...