બાલાસિનોર એસ.ટી ડેપોમાંથી 68 સિડ્યુલમાંથી ડીઝલના અભાવે 15 સિડ્યુલ ચાલુ રહેતા મુસાફરો ધક્કે ચડ્યા હતા. આ બાબતે ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વાહનવ્યવહાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. બાલાસિનોર એસ.ટી.ડેપોમાંથી રાજ્યભરમાં પ્રતિદિન 68 સિડ્યુલ ગોઠવી સમગ્ર રાજ્યમાં બાલાસિનોર ડેપોની બસ ફરતી હતી પરંતુ ડીઝલના અભાવે હાલ 53 સિડ્યુલ બંધ કરી માત્ર 15 સિડ્યુલ ચાલુ રાખવામાં આવ્યા છે.
જેને પગલે એસ. ટીમાં મુસાફરી કરતા મુસાફરોને ખાનગી વાહનમાં જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડી રહી છે આ બાબતે ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વાહનવ્યવહાર મંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મારા મત વિસ્તારમાં એસ.ટી વિભાગના અનગઢ વહીવટના કારણે વિસ્તારમાં પ્રજાને ભારે હાલાકી ભોગવી રહ્યા છે જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ બાબતે એક અઠવાડિયામાં લાખો કી.મી ડિઝલમાં અભાવે રદ થતા હવે એસ. ટી નિગમ આ રદ થયેલા સિડ્યુલમાં આવેલી ખોટ કેવી રીતે ભરપાઈ કરશે તેવી ચર્ચા એસટી કર્મચારીઓમાં ચાલી રહી હતી.
બાલાસિનોર ડેપોમાં પ્રતિદિન 5500 લિટર ડીઝલની જરૂર
આ બાબતે એસ.ટી વિભાગમાંથી જાણવા મડયા મુજબ બાલાસિનોર એસ.ટી ડેપોમાં પ્રતિદિન 68 સિડ્યુલ ચાલુ રાખવા 5500 લીટર ડિઝલની જરૂરિયાત ઉભી થાય છે જે ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતા હાલ છેલ્લા એક અઠવાડિયાથી સમસ્યાઓ ઉભી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.