ભાસ્કર વિશેષ:ડાયનાસોર ફોસીલ પાર્કના રૈયોલીમાં બસ સુવિધાનો અભાવ

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કર વિશેષ | ડાયનાસોર ફોસીલ પાર્કને જોડતી બસ સુવિધા ન કરાતાં ચૂંટણી બહિષ્કાર કરવાનો ઠરાવ પંચાયતમાં કરાયો

ભાબાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ગામ ખાતે વિશ્વનું ત્રીજા નંબરનું અને ભારત દેશના પ્રથમ નંબરનો ડાયનાસોર ફોસીલ પાર્ક આવેલો છે. આ ફોસીલ પાર્કમાં જવા માટે બાલાસિનોર તેમજ ગુજરાત પરના અન્ય મોટા શહેરોમાંથી બસ સુવિધા ન હોવાના કારણે મુસાફરોને હાલાકી વેઠવાની વારી આવી હતી. રૈયોલી ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં બસ સુવિધા ચાલુ કરવામાં ન આવતા વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વિશ્વવિખ્યાત ડાયનાસોર પાર્ક આવેલો છે. જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો પ્રવાસે આવે છે, ત્યારે ડાયનાસોર પાર્ક ખાતે બસની સુવિધા ન હોવાથી સહેલાણીઓને તકલીફોનો સામનો કરવાની વારી આવી હતી.

મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તો રૈયોલી ગામના ગ્રામજનોને આવકમાં પણ વધારો થાય તેમ હોઇ પાયાની સુવિધા બસ ન હોવાના કારણે રૈયોલી ગામના વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજ જવા આવવામાં પણ ભારે પરેશાની વેઠવી પડે છે. ગુજરાતના અન્ય મોટા શહેરોમાંથી સીધી ડાયનાસોરને પાર્કને જોડતી બસ સુવિધા ચાલુ કરવામાં આવે નહીં તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવો રૈયોલી ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા દરમિયાન ઠરાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...