તાજેતરમાં બાલાસિનોર કોર્ટ રોડ પર તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય અને શાળાના શિક્ષક વચ્ચે સાવરણી મુદ્દે બોલાચાલી થઈ હતી. જેમાં શાળાના શિક્ષક પ્રદુપકુમારે વિવાદિત આચાર્યે બાળકોની હાજરીમાં અપશબ્દો બોલી ચંપલથી માર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ શિક્ષણાધિકારીને કરાઇ હતી. વિદ્યાર્થીઓના મુજબ છેલ્લા સાત વર્ષથી 12 વાગ્યાની રિશેષ પાડતા નથી. વિદ્યાર્થીઓ પાસે મેદાન સાફ કરાવાય છે.
ત્યારે વિદ્યાર્થીઓ આચાર્યને રજુઆત કરવા જાય તો ગુસ્સે થઈને ગાળો બોલે છે. તેમજ શિક્ષકોના જણાવ્યા અનુસાર શાળામાં કોઈ ગ્રાન્ટ વપરાતી નથી. તેમજ જેન્ટ્સ અને મહિલા શૌચાલયને પણ તાળા મારી દેવાયા છે. આચાર્ય સ્ટાફ સાથે પણ વિચિત્ર વર્તન કરે છે. જેને લઈને શાળાના શિક્ષકોમાં પણ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. સમગ્ર બાબતને લઈને શિક્ષણાધિકારી દ્વારા બીટ નિરીક્ષકને તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. જેમાં બે દિવસમાં અહેવાલ તૈયાર કરાવી જિલ્લા કક્ષાએ મોકલી આપવાનું તાલુકા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.