બાલાસિનોર તાલુકાના પાંડવા ગ્રામ પંચાયતમાં તત્કાલીન કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કૌભાંડ કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બિન ખેડૂત ખાતામાં લાખો રૂપિયા પડાવી કૌભાંડ આચરતા ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર પાંડવા ગ્રામ પંચાયતમાં તત્કાલીન કોમ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા મિતુલ હેમંતભાઈ સેવક દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 19 જેટલા બિનખેડૂત વ્યક્તિઓના બેંક ખાતામાં, પોતાના ભાઈ ભાવેશ હેમંત સેવક, ફોઈના દીકરા-દીકરીઓના બેન્ક ખાતામાં સરકારી રૂપિયા પડાવી કૌભાંડ કર્યું હતું.આ બનાવ અંગે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસ ટીમે ખેડૂત ખાતેદારો સાથે બિન ખેડૂત વ્યકિઓના બેન્ક ખાતામાં આવેલા રૂપિયા સ્ટેટમેન્ટ, ખેડૂત ખાતેદારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. આ કૌભાંડી મિતુલ સેવક દ્વારા તલાટીનો યુઝરનેમ અને પાસવર્ડનો દૂર ઉપયોગ કરી કૌભાંડ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ અંગે બાલાસિનોર પોલીસ મથકે તલાટી પી.જે અમીને કૌભાંડી મિતુલ સેવક સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આ કૌભાંડ કેવી રીતે કરવામાં આવ્યું તે જાણવા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને મળીને સમગ્ર કૌભાંડ કેવી રીતે કરાયું તે બાબતે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.