બાલાસિનોર એસબીઆઇ બેંકની લાઇનમાં ઉભેલી યુવતીના રૂ.40,000 ચોરી બે મહિલાઓ રફુચક્કર થઈ જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનએ પહોંચ્યો હતો. બાલાસિનોરમાં 5 જાન્યુઆરીના રોજ સાલેહાબાનું વસીમભાઈ શેખ પોતાના અંગત કામ માટે રૂ. 40 હજાર ઉપાડવા એસબીઆઈ બેંકના એટીએમમાં ગયા હતા. પૈસા ઉપાડ્યા બાદ પાસબુકની એન્ટ્રી કરાવા તેની લાઈનમાં ઉભા રહ્યા હતા. જેમાં પાસબુકની એન્ટ્રીમાં તેઓનો નંબર આવતા પોતાની થેલીમાં પાસબુક મળી આવી હતી.
પરંતુ થેલીમાં રાખેલા રૂ. 40 હજાર ન મળતા પૈસા ચોરી થયા હોવાનું માલુમ પડતા આસપાસ તપાસ કરી હતી. પરંતુ રૂપિયા ન મળતા સાલેહાબાનુંએ પતિ અને પિતાને જાણ કરતા મામલો બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પહોંચ્યો હતો. જેમાં પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ આદરી હતી. એટીએમના સીસીટીવીની ચકાસણી કરતા યુવતીની થેલીમાંથી બે મહિલાઓ પૈસા કાઢતી નજરે પડી હતી.
પોલીસે આ મહિલાઓને પકડવા વિવિધ ટીમો બનાવી મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ પહેલા બાલાસિનોરના એસબીઆઈના એટીએમમાંથી એક નિવૃત્ત પતિ પત્ની શિક્ષક દંપતીના રૂ.2 લાખ ચોરી થયા હતા. જેકે આજ દિન સુધી તે બે લાખ રૂપિયા કે ચોરી કરનારા ઈસમોને બાલાસિનોર પોલીસ ઝડપી શકી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.