રાજકારણ ગરમાયું:સલીયાવાડીના ડે. સરપંચે ખોટા સોગંદનામામાં સભ્યપદ ગુમાવ્યું

બાલાસિનોર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 બાળકો હોવા છતાં ખોટુ સોગંદનામુ રજૂ કર્યું, સરપંચે જ ડીડીઓને અરજી કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું

બાલાસિનોરના સલીયાવાડી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર ચૂંટણી ફોર્મમાં ખોટું સોગંદનામું રજૂ કરી વિજેતા બન્યા હતા. ચૂંટણી નિયમ વિરુદ્ધ ત્રણ બાળકો હોઇ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સલીયાવાડી સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે અરજી કરવામાં આવતા ડે.સરપંચનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

2021માં થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં.4માં આશાબેન વિપુલભાઇ ઠાકોર વિજેતા બન્યા હતા. ચૂંટણી નિયમ મુજબ ઉમેદવારને વર્ષ 2005 બાદ ઉમેદવારને ત્રણ કે તેથી વધુ બાળકો ન હોવા જોઇએ. પરંતુ આશાબેનને 2014,2016 અને 2018ની સાલમાં બે દીકરીઓ અને એક દીકરો બાળકોમાં હોવાથી નિયમ મુજબની ત્રણ બાળકો હોઇ ચૂંટણી ફોર્મમાં ખોટું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટના મામલે 18 જાન્યુઆરી 2022માં સરપંચ રાહુલસિંહ ઝાલા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કર્યા બાદ આશાબેનનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. ડે.સરપંચને સભ્યપદેથી દૂર કરવામાં આવતા સમગ્ર મામલે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

અન્ય સમાચારો પણ છે...