બાલાસિનોરના તત્કાલિન પી.આઈ અને હાલમાં રાજપીપળા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલ પી આઇ જે. કે. પટેલ સહિત પોલીસ કર્મીઅોઅે બનેલ લૂંટ ઘટનામાં પીઆઇ સાથે આવેલા પોલીસ કર્મીઓ સામે લૂંટનો ગુનો દાખલ કરવા બાલાસીનોર કોર્ટે હુકમ કર્યો હતો. 2014માં બાલાસિનોર પોલીસ મથકના તાત્કાલિન પીઆઇ જે કે પટેલ અને પોલીસ કર્મીઓ દ્વારા પત્રકારને ગાડી ઉભી રાખી અને ડિટેઇન કરવામાં આવી હતી.
જેમાં ગાડીમાં રૂા.20,000 હતા અને ગાડીમાંથી ગાડી માલિક દિપક પંચાલે ગાડીનો મેમો ભરી પરત પોલીસ સ્ટેશને ગાડી લેવા જતા ગાડીમાં રૂા.20,000 ન હોવાથી દિપક પંચાલ પીઆઇ જે કે પટેલ ને રજૂઆત કરી હતી. પરંતુ પીઆઇ જે કે પટેલ દ્વારા રૂપિયાતો નહિ મળે કહી દિપક પંચાલને ધક્કા મારી બાલાસિનોર પોલીસ મથકમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતો.
જે બાબતે દિપક પંચાલ દ્વારા જે વખતે હાજર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને નાયબ જિલ્લા પોલીસ વડા વિનય શુક્લાને વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પોલીસ સામે ફરિયાદ નોધવામાં આવી ન હતી. પોલીસના ઉચ્ચ અધીકારી દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં આખરે અરજદારે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે 2014 માં બનેલી લૂંટ ની ઘટનામાં આખરે પત્રકારને ન્યાય મળ્યો હતો. કોર્ટે પીઆઈ જે કે પટેલ સહિત પોલીસ કર્મી ઓ સામે લૂંટનો ગુનો દાખલ કરવાનો હુકમ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.