તળાવ સુકાઈ જવાની વારી:બાલાસિનોરના એકમાત્ર સુદર્શન તળાવમાં નવા નીરની આવક ન થતાં રહીશોમાં ચિંતા

બાલાસિનોર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 2-3 વર્ષથી ઓછા વરસાદને કારણે તળાવ ભરાયું ન હતુંઃ ચીફ ઓફિસર

જિલ્લાભરમાં સારો વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે બાલાસિનોરના સુદર્શન તળાવમાં નવા નીર ન આવવાને કારણે નગરજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તથા પંથકમાં જોઈએ તે પ્રમાણમાં વરસાદ ન પડવાને કારણે તળાવ સુકાઈ જવાની વારી આવી હતી.બાલાસિનોરમાં એક માત્ર સુદર્શન તળાવ આવેલુ છે.

જેમાં છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા તકેદારી ન દાખવતા ચાલુ વર્ષે નવા નીર તળાવમાં આવ્યા ન હતા. સુદર્શન તળાવમાં કુદરતી વરસાદનું પાણી ચાલુ વર્ષે તળાવમાં ન આવતા આગામી સમયમાં તળાવ સુકાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી હતી. તળાવમાં ડુંગર વિસ્તારમાંથી કાસ મારફતે પાણી આ તળાવમાં આવવાને કારણે તથા છેલ્લા બે ત્રણ વર્ષથી પડેલ ઓછા વરસાદને કારણે તળાવ ભરાયું ન હતું તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...