ગોડાઉન ઝડપાયું:ચાઇનીઝ દોરાનું આખું ગોડાઉન ઝડપાયું, 12 હજાર ફિરકા કબજે

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલાસિનોર જીઆઈડીસીમાં પોલીસનો દરોડો : 21 લાખનો મુદામાલ કબજે કરાયો

બાલાસિનોર સ્થાનિક પોલીસે જીઆઇડીસી ગોડાઉનમાં દરોડો પાડી વિપુલ માત્રામાં ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી પાડયા છે.આ સમગ્ર બનાવમાં પોલીસ ટીમે ફિરકા નંગ-12,542 રૂ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ સ્થાનિક પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પર તવાઇ બોલાવી છે.ગુરૂવારે બાલાસિનોર સ્થાનિક પોલીસે જી.આઈ.ડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.તપાસ કરતા જીઆઇડીસીમાં આવેલ ઈંદ્રિશ ઈશાકભાઈ શેખના ગોડાઉનમાંથી વિપુલ માત્રામાં ચાઇનીઝ દોરી મળી આવતા સ્થાનિક પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસ ટીમે તલાસી લેતા વિવિધ બ્રાન્ડની દોરીના ફિરકા નંગ 12,542 રૂ 21,28,180 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે ગોડાઉન માલિક ઇદ્રીશ શેખ બનાવના સ્થળેથી મળી ન આવતા તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...