બાલાસિનોર તાલુકામાં પીલોદરા ગામે ચર્ચિત હત્યા કેસ મામલે બુધવારે મૃતક યુવતીનું પોસ્ટમોર્ટમ વડોદરા ખાતે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ તેમજ બાલાસિનોરના બે ડોક્ટર સાથે કરવામાં આવ્યું હતું. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું બહાર આવે છે, તેના પર તમામ તપાસનો મદાર રહેલો છે. બીજી તરફ મૃતકને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયામાં પણ માંગ ઉઠી રહી છે.
તાલુકાના પીલોદરા ખાતે ખૂબ જ ગંભીર અને ચર્ચિત ઘટનામાં 24 કલાક વીતી ગયા હોવા છતાં પોલીસને કોઈ કડી મળી નથી. ત્યારે બાલાસિનોર પોલીસ સહિત જિલ્લાકક્ષાની પોલીસનો કાફલો ઘટના સ્થળે વારંવાર મુલાકાત લઈ રહ્યો હોવાનું ધ્યાન પર આવ્યું છે. ડીવાયએસપી પી.એસ.વળવીએ જણાવ્યું હતું કે વિવિધ ટીમો બનાવી હત્યારાને શોધવા માટે ટીમો કામે લાગી છે. યુવતીની હત્યા મામલે એફ એસ એલ ટીમ દ્વારા મળેલા મૃતદેહ પાસેની જગ્યાના તેમજ અન્ય જગ્યાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા સેમ્પલ રીપોર્ટ આવ્યા બાદ જ યુવતીનું રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલાશે.
દીકરીના પિતાએ અન્ન, જળનો ત્યાગ કર્યોં
આ બાબતે યુવતીના પિતાએ પોતાની દીકરીના હત્યારાઓને સજા સાથે પોતાની દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી અન્નજળ ત્યાગ કરવાનું સોશિયલ મીડીયામાં કહેતા સમાજમાં ચર્ચાનો દોર ચાલ્યો છે. પિતાની વાત જાણી ઘણા લોકો ઝડપથી કેસ સોલ્વ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.