બાલાસિનોરમાં એક મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. બાલાસિનોરમાં રહેતી એક પરણિત મહિલા ઉપર નગરના નામાંકિત વેપારી અશોક કનૈયાલાલ ચંદનાનનીએ દુષ્કર્મ કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાના જણાવ્યા અનુસાર અશોક ચંદનાની મને મોબાઈલ ફોન દ્વારા કહેતો હતો કે આપણે વડોદરા રહેવા જતા રહીશું. હું તારા ઘરે આવી મરી જઈશ તેવી ધમકી આપતો હતો. તેના અસહ્ય ત્રાસથી અમારા પરિવારની આબરૂ ખરડાઈ ન જાય તે આશયથી પરણિતાઅે ઊંઘની ગોળીઓ પી લીધી હતી.
જેના કારણે ચક્કર આવતા તેણે બહેનપણીને ઘરે બોલાવી હતી. અને પરણિતાને બાલાસિનોરની કે.એમ.જી. હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે બાયડ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સગા સબંધીઓએ ઊંઘની ગોળીઓ ગળવા બાબતનું કારણ પૂછતાં પરણિતાઅે તેના મમ્મી પપ્પાને સમગ્ર બનાવની વાત કરી હોવાનું જણાવ્યુ હતુ. અને તેઓએ મને આ બાબતની ફરિયાદ કરવાનું કહેતા હું મારા ફોઈના છોકરાને સાથે લઇને નાલંદા રેસિડેન્સીમાં મકાન નંબર 13માં રહેતા અશોક કનૈયાલાલ ચંદનાની મારી વિરુદ્ધ અવારનવાર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ કર્યાની ફરીયાદ બાલાસિનોર પોલીસ સ્ટેશને નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે બાલાસિનોરના નાલંદા રેસિડેન્સીમાં રહેતા પ્રખ્યાત વેપારી અશોક કનૈયાલાલ ચંદનાની વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 376(2)(n) મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.