રજૂઆત:બાલાસિનોર ડેપોમાં ડીઝલનો જથ્થો ખૂટતાં 48 બસના રૂટ બંધ

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યો દ્વારા વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત કરાઇ

બાલાશિનોર ડેપોમાં ડિઝલનો જથ્થો ખુટી જતાં 48 બસના રૂટ બંધ કરી દેવાયા હતાં. રૂટ કેન્સલ થતાં મુસાફરોને કાળઝાળ ગરમીમાં રખડવાનો વારો આવ્યો હતો. બાલાસિનોર ડેપોમાંથી ગ્રામીણમાં બસો જતાં વિદ્યાર્થીઅો સહીત લોકોને ખાનગી વાહનોથી રાહત મળે છે. હાલ સરકારે અચાનક ડિઝલ અને પેટ્રોલમાં ભાવ ધટાડી દીધો છે. ત્યારે બાલાસિનોર ડેપોમાં ડિઝલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેની અસર બસના રૂટ પડી હતી.

ડેપોમાં ડિઝલ ન હોવાથી છેલ્લા 3 દિવસથી બાલાસિનોર ડેપોના કુલ 68 શિડયુલમાંથી 15 શીડયુલ ચાલુ રાખીને ગ્રામીણ વિસ્તારના 48 રૂટ બંધ કરી દેવાત મુસાફરો અટવાયા હતા. જેથી બાલાસિનોરના ધારાસભ્ય ચાૈહાણ અજીતસિંહ પર્વતસિંહે રાજયના વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીને લેખીત રજુઅાત કરી કે બાલાસિનોર વિધાનસભા વિસ્તારમાં જતી બસના 48 શિડયુલ બંધ કરી દેતા મુસાફરોને બસની સુવિધા મળતી નથી. હાલમાં લગ્ન ગાળો ચાલતો હોવાથી લોકોને બસ ન મળતાં ખાનગી વાહનોની જાખમી મુસાફરીનો અાશરો લેવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...