તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજય:વિરપુર APMCમાં ખેડૂત વિકાસ પેનલનો વિજય

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસના મોટાં માથા વિજેતા બનતાં મિક્સ પેનલ બની

વિરપુર APMCની ચૂંટણી યોજાય તે પહેલા સહકારી મંડળીમાંથી 2 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. બાદ તા.22 ઓગસ્ટના રોજ યોજાયેલ ચૂંટણીમાં ખેડૂત વિભાગના 20 તથા વેપારી વિભાગના 7 ઉમેદવારો દ્વારા બે પેનલો બનાવાતા બંન્ને પેનલોમાં કોંગ્રેસ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા ઉમેદવારો હોવાથી ચૂંટણી રસપ્રદ બની હતી.

મતદાન પુરુ થયા બાદ 23 ઓગસ્ટના રોજ જિલ્લા રજિસ્ટાર ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી યોજાતા ખેડૂત વિભાગના 10 તથા વેપારી વિભાગના 3 ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ખેડૂત વિભાગની પીનાકીન શુકલ પ્રેરિત વિકાસ પેનલના 10માંથી 9 ઉમેદવારો અને રજની પટેલની પેનલમાં ફક્ત રજની પટેલ વિજેતા બન્યા હતા. વેપારી વિભાગમાં રજની પટેલની પેનલના 4 ઉમેદવારો વિજેતા બનતા પીનાકીન શુકલની પેનલના 9 અને રજની પટેલની પેનલના 5 સભ્યો ચૂંટાયા હતા. બંને પેનલો ભાજપ પ્રેરિત હતી. પરંતુ બંને પેનલમાં કોંગ્રેસના મોટા માથાઓનો સમાવેશ થતાં મિક્સ પેનલ બની હતી.

APMCમાં યોજાયેલ ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો
વિરપુર APMCમાં ચૂંટણીમાં વેપારી વિભાગના પરિણામમાં પટેલ નવનીતભાઈ કોહ્યાભાઈ - 24, બારોટ કનુભાઈ જેસંગભાઈ-18 તથા પટેલ જયંતિભાઈ હિરાભાઈ પટેલ-14 મત મળતા વિજય જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ખેડૂત વિભાગના પરિણામમાં પટેલ બાલુભાઈ મથુરભાઈ-120, પટેલ જીગ્નેશકુમાર મુળજીભાઈ-117, પટેલ બાલુભાઈ પરષોતમભાઈ-116, પરમાર રાધુસિંહ મસુરસિંહ-110, પટેલ કાન્તિભાઈ વીરાભાઈ-103, પરમાર કાળુભાઈ દયાળભાઈ-103, ખાંટ ફુલાભાઈ ચતરાભાઈ-102, સાેલંકી ચકુસિંહ હાલુસિંહ-101, પટેલ રજનીકાન્ત નટવરભાઈ-99 તથા ઝાલા ભેમસિંહ જેણસિંહ-98 મત મળતા વિજય જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...