તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિરપુર તાલુકાની ડેભારી ચોકડી પાસે ગૌમાંસની હેરાફેરી કરતા બે ઝડપાયાં

વિરપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેભારી ચોકડી પાસે ગૌમાંસની હેરાફેરી કરતા બે લોકો ઝડપાયાં - Divya Bhaskar
ડેભારી ચોકડી પાસે ગૌમાંસની હેરાફેરી કરતા બે લોકો ઝડપાયાં
  • રૂા. 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં દિન-પ્રતિદિન ગૌમાંસનુ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે વિરપુર પોલીસને બાતમી મળેલ હતી કે વિરપુર ડેભારી ચોકડી પાસેથી રીક્ષામાં ગૌમાસની હેરાફેરી કરવામાં અાવી રહી છે. તેવી બાતમી મળતાં બાતમીના અાધારે વિરપુર પોલીસે વોચ ગોઠવી હતી

તે દરમ્યાન બાતમી મુજબની રીક્ષા અાવતા ઉભી રખાવી તપાસ કરતા ગૌમાંસ હોવાની શંકા જતા રીક્ષા ચાલક અસગરહુસેન ગુલામહુસેન રસુલમિયા ધોરી-રહે કસ્બા પઠાણ ફળી મોડાસા તથા ફજલુનિશા ઉર્ફે ફરજાનાબાનુુ મહમંદરફીક શેખ રહે બહેરામજી ફળી મોડાસાને 36 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આ અંગે માસને પરીક્ષણ માટે લેબમાં તપાસ કરવામાં આવતાં ગૌમાસ હોવાનું બહાર અવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...