પ્રાથમિક શાળા મર્જ કરાઇ:વિરપુરમાં 10થી ઓછા છાત્રોવાળી વધુ ત્રણ પ્રાથમિક શાળા મર્જ કરાઇ

વિરપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળા મર્જ થતાં વાલીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

વિરપુર તાલુકામાં પંચાયત હસ્તકની 139 પ્રાથમિક શાળા પૈકી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3 પ્રા. શાળા નજીકમાં આવેલી સરકારી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. 3 પ્રા. શાળા મર્જ થતાં સરપ્લસ થયેલા 6 શિક્ષકોને અન્ય શાળાઓમાં ખાલી જગ્યા ઉપર સમાવી લેવામાં આવ્યા છે.

સરકારી પ્રા. શાળામાં ધો. 1 થી 8 સુધી વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા 10થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સરકારી જિલ્લા પંચાયત હસ્તકની પ્રા. શાળાઓને નજીકમાં આવેલી શાળાઓમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં જીલ્લા પંચાયત હસ્તકની વરધરા,હાંડીયા,નવા મુવાડા (રાજપુર) કુલ ૩ શાળા નજીકમાં આવેલી શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. ૩ પ્રા. શાળા મર્જ થતાં 6 સરપ્લસ (ફાજલ) બનેલા શિક્ષકોને અન્યત્ર મર્જ થયેલી શાળામાં તથા શિક્ષકોની ખાલી જગ્યા ઉપર સમાવી લેવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ માટે નજીક શાળાની વ્યવસ્થા
સરકારના પરીપત્ર પ્રમાણે વિરપુર તાલુકાની ધોરણ 1 થી 5 પ્રા શાળા મર્જ કરવામાં આવી છે જેમાં વરધરા, હાંડીયા, નવા મુવાડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની દસથી ઓછી સંખ્યા હોવાના કારણે મર્જ કરાઈ છે સાથે નજીકની ગામની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. > ભાવેશ માલીવાડ, વિરપુર તાલુકા શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...